આ યોજના થી દર મહિને 10,000 રૂપિયા સુધી મળશે પેન્શન, જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી વય વંદના યોજના | Pradhan Mantri Vaya Vandana Yojana | PM Vaya Vandana Yojana | પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 નો લાભ કોણ લઈ શકે ?

સિનિયર સિટીઝન માટે વડાપ્રધાન વય વંદના યોજના (PMVVY) શરૂ કરવામાં આવી છે. આ 60 વર્ષ અને તેનાથી વધુ વયના નાગરિકો માટે એક પેન્શન યોજના છે. એકસાથે રકમ જમા ચૂકવીને આ યોજનાનો લાભ મેળવી શકાય છે. તેમાં રોકાણ કરવાનો સમયગાળો 31 માર્ચ 2020 સુધીનો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન વિકલ્પ પસંદ કરવા પર 10 વર્ષ માટે ઓછામાં ઓછા 8%ની ગેરંટી સાથે રિટર્ન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે વાર્ષિક પેન્શનની પસંદગી કરો તો 10 વર્ષ માટે તમને 8.3% લેખે રકમ પરત મળશે. આ યોજનાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Contents

પ્રધાનમંત્રી વય વંદના યોજના માહિતી | Pradhan Mantri Vaya Vandana Yojana

ભારત સરકારે એક નવી Pradhan Mantri Vaya Vandana Yojana 2023 ની શરુઆત કરી છે. જેમાં વૃદ્ધોને ન્યૂનતમ રૂપિયા 1000 મહિને પેન્શન મળશે. આ પેન્શનની યોજના શું છે?, આ યોજનામાં તમે કેવી રીતે અરજી કરી શકો છો. અરજદારની શું પાત્રતા હોવી જોઈએ?, જરૂરી દસ્તાવેજ શું છે. આ પ્રકારની બધી માહિતી અહી આગળ આ જ લેખમાં આપેલ છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી શરૂ કરાયેલી સરકારની પેન્શન યોજના છે.જો તમે એકસાથે રોકાણ કરીને દર મહિને પેન્શન મેળવવા માંગો છો, તો ‘PM વય વંદના યોજના’ તમારા માટે સરકારી પેન્શન યોજના છે. આ યોજના ભારતીય જીવન વીમા નિગમ (LIC-LIC) દ્વારા ચલાવવામાં આવે છે. 4 મે, 2017 ના રોજ, ભારત સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને ‘પ્રધાનમંત્રી વય વંદના યોજના’ શરૂ કરી હતી.

પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023

યોજના નું નામ યોજના નું નામ
યોજનાની શરુઆત કોણે કરી ભારત સરકાર
લાભ 60 વર્ષ થી વધુ વયના વૃદ્ધને પેન્શન મળશે.
ઓફિશિયલ વેબસાઈટ https://licindia.in/

પ્રધાનમંત્રી વય વંદના યોજના પાત્રતા

PMVVY યોજના માટે કોઈ ચોક્કસ પાત્રતા માપદંડો નથી સિવાય કે સબસ્ક્રાઈબર વરિષ્ઠ નાગરિક, એટલે કે (60 વર્ષ અને તેથી વધુ) હોવા જોઈએ.અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.PMVVY યોજના માટે કોઈ મહત્તમ પ્રવેશ વય નથી.અરજદાર દસ વર્ષની પોલિસીની મુદતનો લાભ લેવા માટે તૈયાર હોવો જોઈએ.

પ્રધાનમંત્રી વય વંદના યોજનાના લાભ

પરિપક્વતા લાભઃ પોલિસીના સમયગાળાની સફળ સમાપ્તિ પર, પેન્શનરને અંતિમ પેન્શન હપ્તા સાથે ખરીદ મૂલ્ય પરત કરવામાં આવે છે.

મૃત્યુ લાભઃ ટર્મ પૉલિસી દરમિયાન પેન્શન પ્રાપ્ત કરનારા અચાનક મૃત્યુના પ્રસંગે, ખરીદ મૂલ્ય નામાંકિત વ્યક્તિને પરત કરવામાં આવે છે.

પેન્શન ચૂકવણીઃ જો પેન્શન પ્રાપ્ત કરતી વ્યક્તિ સમગ્ર પોલિસી દરમિયાન જીવિત રહે છે તો પેન્શનની ચૂકવણી પસંદ કરાયેલી પેન્શન ચૂકવણી પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

ઋણઃ પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત ઋણ સુવિધા ઉપલબ્ધ છે. પૉલિસી સમયગાળાના 3 વર્ષ સમાપ્ત થયા પછી કોઇપણ વ્યક્તિ આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. તેમાં મહત્તમ ખરીદ મૂલ્યના 75% ઋણ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો

આ યોજના હેઠળ અરજી કરવા માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, રહેણાંકની સાબિતી, બેન્ક ખાતાની પાસબુક, અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને કોઇ નોકરીમાંથી નિવૃત થયા હોય તો તેની સાબિતીની જરૂર પડે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજનાના નિયમો અને શરતો

ઉંમર: લઘુત્તમ 60 વર્ષપોલિસી સમય: 10 વર્ષલઘુત્તમ પેંશન: 1000 દર મહિને (6000 દર છ મહિને, 12000 દર વર્ષે)મહત્તમ પેંશન: 9250 દર મહિને (55,500 દર છ મહિને, 1,11,000 વાર્ષિક)

પ્રધાનમંત્રી વય વંદના યોજના વ્યાજની ગણતરી

અહીં રોકાણના આધારે 1000 થી લઈને 9250 રૂપિયા દર મહિને પેંશન મળે છે. જો તમે લઘુત્તમ 1.50 લાખનું રોકાણ કરો છો તો દર મહિને પેંશન 1000 રૂપિયા રૂપિયા અને જો 15 લાખનું રોકાણ કરો છો તો 9250 દર મહિને મળે છે. પતિ-પત્ની બંને સાથે મળીને 30 લાખનું રોકાણ કરે તો દર મહિને 18,500 રૂપિયાનું પેંશન મળવા પાત્ર છે

પ્રધાનમંત્રી વય વંદના યોજના અરજી કેવી રીતે કરવી ?

આ યોજનામા ઓનલાઈન અરજી કરવા માટે અરજદારે નજીકના LIC Centre માં જવું પડશે.ત્યાંથી પ્રધાનમંત્રી વય વંદના યોજનાનું અરજી ફોર્મ લઈને જરૂરી માહિતી ભરવાની અને તેની સાથે જરૂરી દસ્તાવેજ પણ જોડાવાના રહેશે.ત્યાર બાદ નિયત અધિકારીને આ ફોર્મ સોંપી દો.આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકશો

પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે Offline અરજી કરવાની પ્રક્રિયા

ઑનલાઇન અરજી – એલઆઇસીની વેબસાઇટ https://www.licindia.in પર જઇને તમે આ યોજના માટે ઑનલાઇન અરજી કરી શકો છો.ઑફલાઇન અરજીઃ આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમે એલઆઇસીની શાખાની મુલાકાત લઇ શકો છો. જરૂરી દસ્તાવેજોની સાથે ફૉર્મ જમા કરો. તમારું ફૉર્મ કોઇપણ એલઆઇસી શાખામાં જમા કરી શકાય છે.

ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો

Leave a Comment