Aambalal Aagahi : ગુજરાતમાં 7 થી 11 જૂન દરમિયાન મેઘરાજા ત્રાટશે, વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

Aambalal Aagahi  : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 7 થી 11 જૂન દરમિયાન પ્રિ-મોન્સુન દરમિયાન ભારે વરસાદ પડશે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વાવાઝોડું ફૂંકાશે. એટલું જ નહીં, આ દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે આ પ્રિમોન્સૂન પછી ચોમાસું સેટ થઈ જશે. આ સ્થિતિ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે છે

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ વાવાઝોડાની આગાહી અને વરસાદની આગાહી ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5મીએ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે. આ સાથે સાયક્લોનિક સરક્યુલેશન 7 જૂનની આસપાસ લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 7 થી 11 જૂન દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, હવે નિયમિત ચોમાસું લક્ષદ્વીપ અને માલદીવમાં પહોંચી ગયું છે. જો કે ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે. આ સાથે કેરળ બાદ ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં નિયમિત ચોમાસું શરૂ થશે.

વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે. જેના કારણે 5મીએ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે. આ સંદર્ભે હવામાન વિભાગે આગાહી કરી છે કે જો સાયક્લોનિક સરક્યુલેશન 7 જૂનની આસપાસ લો પ્રેશર બનશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 થી 9 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે.જેના કારણે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતમાં ચોમાસા અંગેની આગાહી પણ સામે આવી છે.

હવામાન વિભાગની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ સંદર્ભે હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment