Gujarat Police Recruitment 2024 : આવી ગઈ પોલીસની બમ્પર ભરતી 12,000 થી વધુ જગ્યા, આ તારીખે ફોર્મ ભરવાનું શરૂ થશે, જાણો સંપૂર્ણ માહિતી

Contents

Gujarat Police Recruitment 2024 : ગુજરાત પોલીસ ભરતી 2024

રાજ્યમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

હેલ્લો મિત્રો,આજે આપણે નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ છે. ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર કેટલી હોવી જોઈએ, ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીની પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લખાણ દ્વારા સમજીએ તો આ પોસ્ટ કે લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Official sarkari Result વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા-સંબધીઓને આ માહિતી કે લખાણ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

ગુજરાત પોલીસ માં 12000થી વધુ જગ્યા પર પોલીસની બમ્પર ભરતી :

પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતી 2024

ભરતી વિભાગનું નામગુજરાત પોલીસ વિભાગ
ભરતીનું નામગુજરાત પોલીસ
કુલ જગ્યા12,472 જગ્યા
લાયકાત12 પાસ, ગ્રેજ્યુએટ
ફોર્મ ભરવાનું શરૂ04/04/2024
સત્તાવાર વેબસાઇટlrdgujarat2021.in
સત્તાવાર જાહેરાત/સૂચના
અહિયાં ક્લિક કરો

ખાલી જગ્યા વિગતો :

જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, ભરતી અભિયાનનો હેતુ 12,000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવાનો છે, જેમાં પુરૂષ અને મહિલા ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. હાલના નિયમો અનુસાર આ બધી સૂચનાઓ (જાહેરાત) કાળજીપૂર્વક વાંચ્યા પછી, લાયક અને ઇચ્છુક ઉમેદવારોએ ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવી આવશ્યક છે.

નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પુરુષ)માં 316, નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (સ્ત્રી)માં 156, નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)માં 4422, નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ (સ્ત્રી)માં 2178, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)માં 2212, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (સ્ત્રી)માં 1090, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF)માં 1000, જેલ સિપાહી (પુરુષ)માં 1013, જેલ સિપાહી (સ્ત્રી)માં 85 એમ કુલ મળીને 12,472 પર ભરતી કરવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત:

  1. રાજ્ય સરકાર માન્ય શિક્ષણ બોર્ડમાંથી 12મું પાસ/ઉચ્ચ માધ્યમિક અથવા તેની સમકક્ષ પરીક્ષા.
  2. ઉપરાંત, ઉમેદવારો પાસે CCC કોર્સનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અથવા 10મા કે 12મા ધોરણમાં અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શૈક્ષણિક સ્તરમાં કોમ્પ્યુટરનો વિષય તરીકે અભ્યાસ કરેલ હોવો જોઈએ

ઉંમર મર્યાદા:

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 34 વર્ષ

ઉંમરમાં છૂટછાટ:

  • EWS, SEBC, ST, SC ઉમેદવારો માટે: ઉપલી વય મર્યાદા પર 5 વર્ષ.
  • બિન-અનામત કેટેગરી સ્ત્રી ઉમેદવારો માટે: ઉપલી વય મર્યાદા પર 5 વર્ષ.
  • તમામ મહિલા ઉમેદવારો માટે: ઉપલી વય મર્યાદા પર 10 વર્ષ.
  • ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે: મહત્તમ 45 વર્ષની વય મર્યાદા.
  • રમતગમત વ્યક્તિ માટે: ઉપલી વય મર્યાદા પર 5 વર્ષ.

ઉંમર મર્યાદા :

  • લઘુત્તમ વય મર્યાદા : 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા : 33 વર્ષ

Gujarat Police Recruitment 2024 : કુલ જગ્યા  : 12,472 જગ્યાઓ

ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

મિત્રો ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ દર્શાવવામાં આવેલ સ્ટેપ અનુસરો:

  • સ્ટેપ 1: સૌ પ્રથમ, તમારા PC પર https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
  • સ્ટેપ 2 : હવે, મનુ પર જાઓ અને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો, પછી અરજી પસંદ કરો.
  • સ્ટેપ 3 : ઓનલાઈન અરજી કરતા પહેલા, ઉમેદવારે ઉપરોક્ત વેબસાઈટ પરથી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને તે કેટેગરીની જગ્યાઓ માટેની ભરતી સંબંધિત અન્ય સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી જોઈએ.
  • સ્ટેપ 4 : ઓનલાઈન અરજીની પુષ્ટિ કર્યા પછી, ઉમેદવારોએ તેની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ અને તેને પોતાની પાસે રાખવી જોઈએ અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવે ત્યારે તે રજૂ કરવું જોઈએ.

મહત્વપૂર્ણ તારીખો :

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : 04/04/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30/04/2024

Leave a Comment