બિપરજોય વાવાઝોડુ LIVE: 4 દિવસ કયા જિલ્લામા પવન ફૂંકાશે, આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

બિપરજોય વાવાઝોડુ LIVE; ગુજરાત માથે હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વાવાઝોડુ તારીખ 14-15 જૂને કચ્છ ના માંડવી અને નલીયામા ટકરાય તેવી શકયતાઓ છે. ત્યારે આની સાથે સાથે અન્ય જિલ્લાઓમા પણ આ વાવાવાઝોડાની અસર વર્તાશે. જેમા વિવિધ જિલ્લાઓમા અલગ અલગ સ્પીડે પવન ફૂંકાશે. આવતા 4 દિવસની હવામાન વિભાગની આગાહિ જોઇએ જેમા જિલ્લાવાઇઝ કેટલી ઝડપે પવન ફૂંકાશે તે જોઇએ.

Contents

બિપરજોય વાવાઝોડુ LIVE

વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુબિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિમી દૂર, દ્વારકાથી 340 કિમી દૂરસાયકલોન બિપોરજોય નલીયાથી 420 કિમી દૂર અને જખૌથી 410 કિમી દૂરવાવાઝોડું 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યુંસૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં જાહેર કરાયા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા આગોતરા આયોજન અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરાયા છે અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા હેલ્પલાઇન નંબર

 • ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટેલિફોન નં. 02833 – 234731
 • ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ મો. નં. 9512819998
 • દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (02833)- 232125/ 232084
 • દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ મો. નં. 7859923844
 • ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. 02833 – 234113
 • ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. 7861984900
 • ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. 7861984900
 • ભાણવડ તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. 02896 – 232113
 • ભાણવડ તાલુકા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. 8866315878
 • કલ્યાણપુર તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. 02891 – 286227
 • કલ્યાણપુર તાલુકા કંટ્રોલરૂમ મો. નં. 9974940580

કચ્છ જિલ્લા હેલ્પલાઇન નંબર

કચ્છ જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02832-252347, 02832-250923
ભુજ તાલુકા કંટ્રોલરૂમ નંબર 02832-230832
માંડવી તાલુકા કંટ્રોલરૂમ નંબર 02834-222711
મુંદરા તાલુકા કંટ્રોલરૂમ નંબર 02838-222127
અંજાર તાલુકા કંટ્રોલરૂમ નંબર 02836-242588
ગાંધીધામ તાલુકા કંટ્રોલરૂમ નંબર 02836-250270
ભચાઉ તાલુકા કંટ્રોલરૂમ નંબર 02837-224026
રાપર તાલુકા કંટ્રોલરૂમ નંબર 02830-220001

નખત્રાણા તાલુકા કંટ્રોલરૂમ નંબર 02835-222124
અબડાસા તાલુકા કંટ્રોલરૂમ નંબર 02831-222131
લખપત તાલુકા કંટ્રોલરૂમ નંબર 02839-233341

4 દિવસ કયા જિલ્લામા પવન ફૂંકાશે ?

૧૩ જૂન ના રોજ યલ્લો ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 40-50 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

૧૪ જૂન ના રોજ ઓરેંજ ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 65-75 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
જ્યારે યલ્લો ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-70 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

૧૫ જૂન ના રોજ વાવાઝોડુ ત્રાટકવાની ખાસ આગાહિ કરવામા આવી છે. જેમા કચ્છ,જામનગર અને દેવભુમિ દ્વારકામા રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. જ્યા 125-135 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
જ્યારે ઓરેંજ ઝોનમા પોરબંદર અને રાજકોટ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 80-100 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
તો યલ્લો ઝોનમા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે જ્યા 60-80 કીમી ને એઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

16 જૂન પવનની આગાહિ

16 જૂનના રોજ પાટણ,બનાસકાંઠા,મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 45-55 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.

હવામાન વિભાગની બુલેટિન પ્રેસ અહીં ક્લિક કરો

Leave a Comment